સન ૧૧૩૭ , સ્થળ અણહિલવાડ પાટણ , પૂર્વે થી ઉગતા દેદીપ્યમાન સૂર્યનારાયણ નું પ્રથમ કિરણ , મોઢેરા માં બનેલ સુર્યમંદિર ના ગર્ભગૃહ ને પ્રજ્જવલિત કરી ચૂક્યું હતું. ૧૦૦ વર્ષ જૂના એ મંદિરનો દેખાવ સૂર્ય દેવ જેવોજ વૈભવશાળી હતો. ઉપર થી આજે તો એનો અપૂર્વ શણગાર કરાયો હતો. સમગ્ર ગુર્જર પ્રદેશ માં અનેરો ઉત્સાહ હતો. એવો ઉત્સાહ કે જે અપૂર્વ વિજય બાદ પણ કોઈ રાજ્ય ન મનાવે કારણ.... કારણ "માં" ગુર્જરીને વ્યાકરણ ગ્રંથ મળ્યો. ધન કરતાં જ્ઞાન અને સભ્યતા ને ઊંચેરા માનતા મહારાજે એ ગ્રંથ ની હાથી પર શોભા યાત્રા કાઢી. ૧૧૩૪ માં માળવા વિજય બાદ મહારાજ સિદ્ધરાજ ઊંડા અભ્યાસ માં ડૂબેલા રહેતા. માળવા થી પ્રાપ્ય જ્ઞાનકોશો માં અભ્યાસ દ્વારા એમણે જાણ્યું કે ગુજરાતી ભાષા ને પણ એક વ્યાકરણ ગ્રંથની આવશ્યકતા છે. જે હેમચંદ્ર સુરિ નામના ખ્યાતિ પ્રાપ્ત જૈન મુનિ એ કરી બતાવ્યું. વૈષ્ણવ પિતા અને જૈન માતા ના જ્ઞાનસાગર સમાં એ પુત્ર ના એ વિક્રમી કાર્યને મહારાજે હાથી ની અંબાડી પર શોભાયમાન કરાવી આખા પાટનગર મા ફેરવ્યું. કેવો મહાન સાહિત્ય પ્રેમ , કેવી મહાન જ્ઞાન સાધના, કેવી શિક્ષિત અને સભ્ય પ્રજા કે જેણે આવું ન ભૂતો ન ભવિષ્યતિ જેવા સમારંભ નું આયોજન કર્યું.
સભ્યતા - સાહિત્ય , શિલ્પ અને કળા નો સુમેળ છે. જે તે પ્રદેશ મા વસતી પ્રજા ની બુદ્ધિશક્તિ અને સમૃદ્ધિ એ સભ્યતા ની મહાનતા ના પરિચાયક છે.
સમર્થ ડાબેરી ઇતિહાસકાર શ્રી ડૉ. રામચંદ્ર ગુહા ના હાલ ના ટ્વીટ વિશે હજારો લોકો એ રોષ ઠાલવ્યો. એ બાદ એમનું કહેવું એવું છે કે સૌ એ પેલા સામ્યવાદી ફિલિપ સ્પ્રાટ ને જાણીતો બનાવ્યો. કદાચ એ ઓ એમ માનતા હોય કે " बदनाम हुए तो क्या , नाम तो हुआ" એમના ટ્વીટ અને એથી ટપકતી ભાવના મુજબ અલ્પસંસ્કારી ગુજરાતી ભાષા ના બહોળા શબ્દકોશ માં એમની મનોવૃતિ માટે એક શબ્દ છે " નફ્ફટાઈ".
જો આપણે એમ વિચારીએ કે એનો જવાબ આપવા ની કોઈ જરૂર નથી તો એ યાદ રાખવું કે એક ટ્વીટ માં મારી માં , માસી અને દાદી એ ત્રણેનું અપમાન કરાયું. સંસ્કારિતા ના વટવૃક્ષ સમી મારી દાદી ભારતીયતા ની બે દિકરી ગુજરાતી સભ્યતા અને બંગાળી સભ્યતા એમ ત્રણ. એટલે જવાબ જરૂરી છે.
મોટાભાગે ગાંધીજી પર લખી પેટિયું રળતા ગુહા , કદાચ ભૂલી ગયા કે જેને પ્રતાપે ઘર નો ચૂલો બાળે છે એ એક ગુજરાતી પર લખાયેલ પુસ્તકોનો જ પ્રતાપ છે. આજે તો એવું પણ કહી શકાય કે આવા માનસિક બીમાર વ્યક્તિ ને અમદાવાદ યુનિવર્સિટી માં પદભાર લેતા વિરોધ કરાયો તે પણ સારૂં જ થયું.
ગાંધી કદાચ સ્વર્ગે થી કહેતા હશે
" મારીજ કમાણી ની મલાઈ ખાતો કૂતરો આજે મારી માં સામે ભસે છે."
કૃષ્ણ કહે છે " અધર્મ નો નાશ કરવા આચરવામાં આવતો અધર્મ ,અંતે તો ધર્મજ છે" એ હથિયાર નો ઉપયોગ કરી "અસભ્યતા ના પ્રત્યુતર માટે આચરાયેલી અસભ્યતા , અંતે તો સભ્યતાજ છે " એમ વિચારી અદમ્ય જોમથી ઉકળતા શ્રોણીત ને લીધે સભ્ય ગુજરાતી ભાષાની મર્યાદા તૂટી હોય તો ક્ષમા.
Note.
જ્ઞાન સાચી સંપત્તિ છે. કારણ " स्वदेशी पुज्यते राजा , विद्वान सर्वत्र पूज्यते।
અને સોક્રેટિસ કહે છે,
"If a man is proud of his wealth, he should not be praised until it is known how he employs it."
નિષ્કર્ષ એવો નીકળી શકે કે
" જો વ્યક્તિ ને એના જ્ઞાન વિશે ગર્વ છે તો એના વખાણ ત્યાં સુધી ન થવા જોઈએ જ્યાં સુધી એ ખાતરી ન થાય કે એ જ્ઞાન ને ક્યાં માર્ગે વાપરે છે."
No comments:
Post a Comment