Popular Posts

Thursday, June 11, 2020

સિદ્ધરાજ , સભ્યતા અને સંસ્કૃતિ

સન ૧૧૩૭ , સ્થળ અણહિલવાડ પાટણ , પૂર્વે થી ઉગતા દેદીપ્યમાન સૂર્યનારાયણ નું પ્રથમ કિરણ , મોઢેરા માં બનેલ સુર્યમંદિર ના ગર્ભગૃહ ને પ્રજ્જવલિત કરી ચૂક્યું હતું. ૧૦૦ વર્ષ જૂના એ મંદિરનો દેખાવ સૂર્ય દેવ જેવોજ વૈભવશાળી હતો. ઉપર થી આજે તો એનો અપૂર્વ શણગાર કરાયો હતો. સમગ્ર ગુર્જર પ્રદેશ માં અનેરો ઉત્સાહ હતો. એવો ઉત્સાહ કે જે અપૂર્વ વિજય બાદ પણ કોઈ રાજ્ય ન મનાવે કારણ.... કારણ "માં" ગુર્જરીને વ્યાકરણ ગ્રંથ મળ્યો. ધન કરતાં જ્ઞાન અને સભ્યતા ને ઊંચેરા માનતા મહારાજે એ ગ્રંથ ની હાથી પર શોભા યાત્રા કાઢી. ૧૧૩૪ માં માળવા વિજય બાદ મહારાજ સિદ્ધરાજ ઊંડા અભ્યાસ માં ડૂબેલા રહેતા. માળવા થી પ્રાપ્ય જ્ઞાનકોશો માં અભ્યાસ દ્વારા એમણે જાણ્યું કે ગુજરાતી ભાષા ને પણ એક વ્યાકરણ ગ્રંથની આવશ્યકતા છે. જે હેમચંદ્ર સુરિ નામના ખ્યાતિ પ્રાપ્ત જૈન મુનિ એ કરી બતાવ્યું. વૈષ્ણવ પિતા અને જૈન માતા ના જ્ઞાનસાગર સમાં એ પુત્ર ના એ વિક્રમી કાર્યને મહારાજે હાથી ની અંબાડી પર શોભાયમાન કરાવી આખા પાટનગર મા ફેરવ્યું. કેવો મહાન સાહિત્ય પ્રેમ , કેવી મહાન જ્ઞાન સાધના, કેવી શિક્ષિત અને સભ્ય પ્રજા કે જેણે આવું ન ભૂતો ન ભવિષ્યતિ જેવા સમારંભ નું આયોજન કર્યું.

સભ્યતા - સાહિત્ય , શિલ્પ  અને કળા નો સુમેળ છે. જે તે પ્રદેશ મા વસતી પ્રજા ની બુદ્ધિશક્તિ અને સમૃદ્ધિ  એ સભ્યતા ની મહાનતા ના પરિચાયક છે. 

સમર્થ ડાબેરી ઇતિહાસકાર શ્રી ડૉ. રામચંદ્ર ગુહા ના હાલ ના ટ્વીટ વિશે હજારો લોકો એ રોષ ઠાલવ્યો. એ બાદ એમનું કહેવું એવું છે કે સૌ એ પેલા સામ્યવાદી ફિલિપ સ્પ્રાટ ને જાણીતો બનાવ્યો. કદાચ એ ઓ એમ માનતા હોય કે " बदनाम हुए तो क्या , नाम तो हुआ" એમના ટ્વીટ અને એથી ટપકતી ભાવના મુજબ અલ્પસંસ્કારી ગુજરાતી ભાષા ના બહોળા શબ્દકોશ માં એમની મનોવૃતિ માટે એક શબ્દ છે " નફ્ફટાઈ". 

જો આપણે એમ વિચારીએ કે એનો જવાબ આપવા ની કોઈ જરૂર નથી તો એ યાદ રાખવું કે એક ટ્વીટ માં મારી માં , માસી અને દાદી એ ત્રણેનું અપમાન કરાયું.  સંસ્કારિતા ના વટવૃક્ષ સમી મારી દાદી ભારતીયતા ની બે દિકરી ગુજરાતી સભ્યતા અને બંગાળી સભ્યતા એમ ત્રણ.  એટલે જવાબ જરૂરી છે.

મોટાભાગે ગાંધીજી પર લખી પેટિયું રળતા ગુહા , કદાચ ભૂલી ગયા કે જેને પ્રતાપે ઘર નો ચૂલો બાળે છે એ એક ગુજરાતી પર લખાયેલ પુસ્તકોનો જ પ્રતાપ છે. આજે તો એવું પણ કહી શકાય કે આવા માનસિક બીમાર વ્યક્તિ ને અમદાવાદ યુનિવર્સિટી માં પદભાર લેતા વિરોધ કરાયો તે પણ સારૂં જ થયું. 
ગાંધી કદાચ સ્વર્ગે થી કહેતા હશે 
" મારીજ કમાણી ની મલાઈ ખાતો કૂતરો આજે મારી માં સામે ભસે છે."


 કૃષ્ણ કહે છે " અધર્મ નો નાશ કરવા આચરવામાં આવતો અધર્મ ,અંતે તો ધર્મજ છે" એ હથિયાર નો ઉપયોગ કરી "અસભ્યતા ના પ્રત્યુતર માટે આચરાયેલી અસભ્યતા , અંતે તો સભ્યતાજ છે " એમ વિચારી અદમ્ય જોમથી ઉકળતા શ્રોણીત ને લીધે સભ્ય ગુજરાતી ભાષાની મર્યાદા તૂટી હોય તો ક્ષમા. 


Note.
જ્ઞાન સાચી સંપત્તિ છે. કારણ " स्वदेशी पुज्यते राजा , विद्वान सर्वत्र पूज्यते।
અને સોક્રેટિસ કહે છે, 
"If a man is proud of his wealth, he should not be praised until it is known how he employs it."

 નિષ્કર્ષ એવો નીકળી શકે કે
" જો વ્યક્તિ ને એના જ્ઞાન વિશે ગર્વ છે તો એના વખાણ ત્યાં સુધી ન થવા જોઈએ જ્યાં સુધી એ ખાતરી ન થાય કે એ જ્ઞાન ને ક્યાં માર્ગે વાપરે છે."



Tuesday, June 2, 2020

સત્તા પક્ષ , વિપક્ષ અને સંસદ

૧૯૪૬ , ડિસેમ્બર ૬ એ ગઠિત સંવિધાન સભાના સભ્યોની પ્રલંબ   ચર્ચાઓ, શ્રી સર બેનેગલ નરસિં રાઉ ના અમૂલ્ય દિશાનિર્દેશ,  શ્રી સુરેન્દ્ર નાથ મુકરજી ના અથાગ પરિશ્રમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ના કુશળ નેતૃત્વ થકી ભારતીય ગણરાજ્ય રૂપી આ દેશ ને એનું સંવિધાન મળ્યું. એ બંધારણના રૂપે આપને બ્રિટિશ વેસ્ટમિન્સ્ટર પદ્ધતિની સરકારોની કાર્યવાહી અપનાવી.

અનેક લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલ જન પ્રતિનિધિ પોતાના નેતા તરીકે વડાપ્રધાન ચૂંટે અને એ પોતાની કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરે. વિપક્ષ રચનાત્મક ભૂમિકા માં રહી સત્તપક્ષની દરેક નીતિ ને બુદ્ધિના ત્રાજવે દેશહિત સર્વોપરિ માની ને જોખે. અત્યંત પ્રભાવશાળી અને શ્રેષ્ઠ જણાતી આ પદ્ધતિ ભારતીય સંસદે દિશાવિહીન બનાવી.

જ્યારે જ્યારે દેશમાં ભારે બહુમતીથી સરકારો બની ત્યારે ત્યારે વિપક્ષ બિન - અસરદાર રહ્યો.  એ માટે બે મુખ્ય કારણો છે. પહેલું કે ભારે બહુમતી ના જોરે સત્તાધારી પક્ષ દરેક ખરડા ને કાયદા મા રૂપાંતરિત કરી શક્યું. બીજું કે વિપક્ષ તર્કસંગત ચર્ચા ને બદલે વિરોધપક્ષ માત્ર બની રહ્યો. ઉદાહરણ તરીકે હાલમાં કોરોના સામેની લડાઈમાં સરકારે અપનાવેલા પગલાં નો વિપક્ષે વિરોધ કર્યો પણ એમના મતે કયા પગલાં અસરકારક નીવડે તેનો એ વિરોધમાં લેશમાત્ર અંશ નહિ. પ્રજા એ જો આજની સરકારને મુલવવી હોય તો એ ક્યાં માપદંડ થી મૂલવે? શું કોઈ પણ સરકારી નીતિ સામે વિપક્ષ ની નીતિ છે? ટુંકમાં આપણે માત્ર આરોપ - પ્રત્યારોપ ની રાજનીતિ નો શિકાર બન્યા.

ઉલ્ટું જ્યારે જ્યારે સરકારો પાતળી બહુમતીથી કે ગઠબંધનથી બની ત્યારે ત્યારે ( અમુક અપવાદો ને બાદ કરતાં) અનિર્ણાયક બની. સરકાર માટે દેશહિત કરતાં સત્તાસ્થાને બિરાજી રહેવું વધુ જરૂરી બન્યું. કારણ વિરોધ પોતાની વોટ બેન્ક જાળવી રાખવા કરાયો. કોઈ રચનાત્મક કે નીતિગત આલોચના નહિ પણ માત્ર કોરો વિરોધ. વિપક્ષ ના લોકસભા સભ્યો એ સદંતર ભૂલે છે કે એ પોતે ચૂંટાઈને આવ્યા છે અને એ પણ કંઈ નહિ તો એમના મતવિસ્તાર ના નાગરિકો પ્રત્યે જવાબદાર છે. 

સંસદ માં થતી ચર્ચાઓ કરતાં જનમાનસ પર ટીવી પર ની ચર્ચા ઓ વધુ અસર જન્માવે છે. પણ ટીવી પર પોતાના પક્ષનો વિચાર પ્રસ્તુત કરતો વ્યક્તિ કોઈ બિંદુવાર આલોચના કરી શકતો નથી. કારણકે વિપક્ષ પોતાના કોઈ નેતા ને - જે એ વિષયમાં તજજ્ઞ હોય એને પ્રતીનિતી રજૂ કરવા આગળ કરતો નથી. એથીજ કુમાર વિશ્વાસ ના શબ્દો માં " ગરીબીની રેખા ની ચર્ચા , રેખાની ગરીબી સુધી પહોંચી જાય છે".

આ મુસીબત નિવારવા નો કોઈ માર્ગ ખરો? તો જવાબ છે હા.  વેસ્ટમિન્સ્ટર પદ્ધતિ અંતર્ગત જો છાયા મંત્રી ( shadow minister)  પદ્ધતિ લાગુ કરી શકીએ તો દરેક સરકારી નીતિ ની સામે વિપક્ષની પ્રતિનીતી ઉપલબ્ધ થાય. પ્રજા બંને ને મૂલવી શકે અને વિપક્ષ નો વિરોધ રચનાત્મક બને. ટીવી ચર્ચા માં વિપક્ષી પ્રવકતા  પોતાનો પક્ષ અસરકારકતા થી રાખી શકે અને સરકાર એ મુજબ ખરડાને બદલી પણ શકે. એક સાચા લોકતંત્ર નું નિર્માણ થાય. આની એક ઝલક ૨૦૧૪ ની મોદી સરકાર ના વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ અને વિપક્ષના લોકસભા સભ્ય શશી થરૂર વચ્ચે ની લોકસભાની ચર્ચાઓમાં જોવા મળતી. જો વિપક્ષ પોતાના સંસદ સભ્યો માંથી દરેક મંત્રાલય માટે એક સભ્યને નામાંકિત કરે તો વિપક્ષની નીતિ પણ ઉજાગર થાય. દરેક ખરડો વધુ સશકત કાયદો બને. અને છલકે કંઈ નહિ તો આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ સ્વાદ કરી જોતી જનતાને આવનારી ચૂંટણીઓમાં વિવેકપૂર્વક મતદાન કરવાનો મોકો મળે.

-સુષેણ વાસવભાઈ

Thursday, April 30, 2020

કોરોના , માનસિકતા અને રાષ્ટ્રીયતા

કોરોના , માનસિકતા અને રાષ્ટ્રને દોડતું કરવાની ભાવના.

      વિશ્વ આજે રક્તબીજ - બિંદુબીજનો ( Droplet)  સામનો કરી રહ્યું છે. ૧૩૪૭ ના પ્લેગ બાદ આવો વિશ્વ વ્યાપી રોગચાળો નોધાયો નથી. સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે. Lockdown અને social distancing જેવા શબ્દો એ આપણા અંગ્રેજી શબ્દભંડોળ ને થોડે અંશે વધારી દીધો છે.

       રક્તબીજ તેના રક્તના ટીપાં માંથી બીજા દાનવો ઊભા કરતો  , આ કોરોના ૧૦ ડગલાં આગળ છે. સંક્રમિત વ્યક્તિ ના રક્ત નહિ પણ થુંક કે ખાંસી ના ટીપાંથી પણ બીજા કોરોના સંક્રમિત ઊભા કરે છે. જ્યાં સુધી એને હણનારું શસ્ત્ર ન મળે ત્યાં સુધી lockdown રૂપી છિંદ મસ્તિકા દેવી વડેજ તેને નાથવા નો પ્રયાસ ચાલુ રાખવો પડશે.
       
           આ લોકડાઉનને લીધે સમગ્ર વિશ્વ ના અર્થતંત્રના ચક્રો થંભી ગયા છે. કેટલાક વિદ્વાનો ત્યાંસુધી કહે છે કે આ ચક્રો તો ૨૦૨૦ પૂરતા ઊંધાજ ફરવાના! પણ વિશ્વ આજે દત્તાજી સિંધીઆ ના માર્ગે ( बचेंगे तो फिर से लड़ेंगे) છે. વિવિધ દેશો એ વિવિધ રીતે આ દાનવને નાથવાનો પ્રયાસ કર્યો છે. ઘણા દેશો જે શરૂઆતમાં જીતતા દેખાતા તે આજે કરૂણ સ્થિતિમાં છે.
       
           ભારતના માનનીય પ્રધાનમંત્રીએ અને વિશ્વ નાં લગભગ બધાજ નેતા ઓએ આર્થિક મોરચે લડવાની જાહેરાત કરી છે. અમેરિકા , ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવા ઘણા દેશો માં લોકોએ રોજગાર ગુમાવ્યા. એ આંકડો ઘણા દેશો માં વધીએ રહ્યો છે.

           આથીજ નોકરિયાતને રાહત માટે ઓસ્ટ્રેલિયાએ હોમ લોન આપતી બેંક અને અન્ય સંસ્થા ઓને ભલામણ( ઓર્ડર નહિ!) કરી કે વ્યક્તિગત આર્થિક સંકટમાં સપડાયેલા લોકો ને લોન ના હપ્તામાં રાહત આપવી. અનેકોનેક લોકોને એનો લાભ મળી રહ્યો છે. ઘણા લોકોને ૬ માસ સુધીનો "no - pay period" મળ્યો છે. સરકારે દરેક બેરોજગાર વ્યક્તિ ને મળતું  ભથ્થું બમણું કર્યું. સરકારી સહાય લેવા લાંબી લાઈનો લાગી. વાત ત્યાં અટકતી નથી. સરકારે લગભગ બે અઠવાડિયાં બાદ ૧૬૦ બિલિયન ડોલરની આર્થિક સહાય માત્ર એ નોકરિયાતો ને આપી જેઓ બેરોજગાર બન્યા કે કપાતે પગારે રજા લેવા માટે બાધ્ય કરાયા. આને લીધે લગભગ ૭૫% પીડિત ને લગભગ તેમના આખા પગાર જેટલી રકમ દર મહિને મળશે.

          મુદ્દો સરકારી સહાયનો નથી. મુદ્દો છે આ બાદ લોકો એ દર્શાવેલી માનસિકતાનો.  જેઓએ પહેલાં જાહેર થયેલા બમણા બેરોજગાર ભથ્થા ની અરજી કરી હતી , તે એમણે બીજી જાહેરાત બાદ એટલીજ લાંબી લાઈનો લગાવી પાછી લીધી. સાથે ટ્રેન માં મળેલ  એક બેન્કર મિત્રના કહેવા મુજબ હવે બેંક પર ફોન લોન લંબાવવા ના નહિ પણ લંબાવેલી લોન ના હપ્તા ફરી શરુ કરવાના આવે છે. લોકો સ્થાનિક રેસ્ટોરાં અને કાફે માંથી ટેકવે વધુ મંગાવે છે અને એનું કારણ પોતાના સ્થાનિક ધંધાદારી આર્થિક ટેકો આપવા! એક ડિલિવરી ડ્રાઈવરે રેડિયો પર જણાવ્યું કે લોકો રેસ્ટોરન્ટ માં થી ડિલિવરી મંગાવી એણે કહ્યું "આ અમે તારા માટેજ મંગાવ્યું છે. " "જ્યારે સમય મળે ત્યારે ખાઈ લેજે". Ref. SBS radio Hindi.
 
         કોઈ નેતાનો કે ઉધોગપતિ નો ચોખાની થેલી ઓ વહેંચતો ફોટો મળવો દુર્લભ છે. કારણ કે સમય ની માંગ છે કે જરૂરતમંદોને મદદ મળે નહિ કે સસ્તી લોકપ્રિયતા. આ પહેલી વાર નું નથી. ગયા બે વર્ષ ઓસ્ટ્રેલિયા માં ભયંકર દુકાળના હતા. જે ડેરી ઉદ્યોગ માટે દેશ વખણાતો એજ પશુપાલકો ત્યારે ભીંસમાં હતા. લોકોએ ત્યારે એજ દૂધ લેવાનું પસંદ કર્યું જે દૂધની કિંમતના ૧૦% એ પીડિત પશુપાલકો ને આપે. જોતજોતામાં દરેક મોટા સ્ટોરે એ પ્રમાણે દૂધ વેચવા માંડ્યું. બદલામાં જ્યારે ગત ઓક્ટોબરથી શરુ થયેલ દાવાનળ ને લીધે લોકો સપડાયા તેમને એવીજ મદદ પશુપાલકો એ પહોંચતી કરી. કોઈ સોશ્યલ મિડીયા campaign નહી.

       ભારતમાં દરેક ખેડૂતને વાર્ષિક ૬૦૦૦ ની સહાય જાહેર થઈ હતી. દુકાળમાં લોન માફી માટે કરગરતો કોઈ ખેડૂત સારા પાક બાદ સરકારને કહેતો નથી કે મને સહાયની જરૂર નથી. દૂધ ના ભાવ ન મળે તો રસ્તા પર દૂધ ઢોળતો પશુપાલક એજ દૂધ ઝૂંપડપટ્ટી માં ભૂખે વલખાં મારતા બાળકોને આપવામાં નથી માનતો. આની પાછળ ની માનસિકતા " हम तो डूबेंगे सनम , तुमकोभी लेके डूबेंगे" ની છે. વિરોધ કરવો તમારો અધિકાર છે , પણ લોકભોગ્ય વસ્તુના નુકસાન તો નહિંજ. આવા સમયે જરૂર શાહબુદ્દીન રાઠોડ કહે છે એ મુજબ " यही पशु प्रवृत्ति है कि आप आप ही चरे, मनुष्य वो मनुष्य जो मनुष्य के लिए मरे".ની છે. આગળ વ્યંગ કરતા એ જણાવે છે કે " ક્યારેય એવું સાંભળ્યું કે પાડો ચરતો આવ્યો અને પાડી માટે ઘાસ લેતો આવ્યો".

     ગઈકાલના એક ગુજરાતી સમાચાર પત્ર માં તસવીર હતી. ઢોળાયેલા દૂધને માણસ રસ્તા પરથી પાછું ભરી રહ્યો હતો. કરૂણા ત્યારે જાગે કે એજ દૂધ બીજા છેડે કૂતરાઓ પી રહ્યા હતા. વોટ્સએપ અને ફેસબુક પર "જગતનો તાત ખેડૂત" એવું લખનારા એ ભૂલી જાય છે કે બાપ કહેવડાવતા પહેલાં એ યાદ રાખવું કે બાપનું સમ્માન મેળવતા પહેલા બાળકોના પેટ ભરવા પડે. પાડા વૃત્તિ છોડી માનવતા દાખવવી પડે. દેશની કઠણાઈ એ છે કે જે ખેડૂત ( ખેતમજૂર) પીડિત છે તે તો હજુય વલખાં મારે છે. અને મોટી જમીનો ધરાવનાર સધ્ધર ખેડૂત , કિસાન લોન પર ગાડીઓ લઈને સરકારી સબસીડી નું ડીઝલ પુરાવી રાજમાર્ગો પર દોડે છે.

     એક તરફ પોતાને મળતી સરકારી સહાય સમગ્ર સમાજ સુધી પહોંચતી કરવાની માનસિકતા, બીજી તરફ પોતાને સજ્જનતા ની દ્રષ્ટિ એ ન મળવાપાત્ર સરકારી સહાય લઈ એનો ૧૦ મો ભાગ પણ સમાજ સુધી નહિ પહોંચાડવાની માનસિકતા....

ત્યારે કહેવાનું માં થાય. .... થોડી પોતાની માનસિકતા પણ સુધારો  એકલો મોદી શું કરશે....




 એક સમુદ્ર થી ઘેરાયેલો દેશ હોવાના કારણે અને પ્રતિ વર્ગ કી. પાંખી વસ્તી ને લીધે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કોરોના ઘણે અંશે નથાયો છે.

સુષેણ વાસણભાઈ

કોરોના અને મહાભારત

કોરોના અને મહાભારત.

"धर्मे च अर्थे च कामे च मोक्षे च भरतर्षभ।
यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्वचित् ।।"

          અર્થાત્ ધર્મ, અર્થ , કામ અને મોક્ષ ને લગતું જે પણ મહાભારત માં છે એ અન્યત્ર છે. પણ જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી.

          આ મુજબ આપણી આસપાસ ઘટતી દરેક ઘટના પ્રતિકાત્મક રૂપે મહાભારત માં વર્ણિત હોવી જોઈએ. આ લખી રહ્યો છું ત્યારે , કોરોના નામનો અજગર યુરોપ વટાવી અમેરિકી દેશો નો ભરડો લઈ ચૂક્યો છે. ચીનના કહેવા મુજબ તે એમાંથી ઉગરી ગયું છે. બીજા અગ્નિ એશિયા માં દેશો અખબારી સમાચારો માં વાહવાહી વટાવી હાલ મુજબ તો કમરડૂબ કળણ માં ખૂંપેલા છે.
દાત. સિંગાપોર ૨૩૦૦ કેસ અને ૮ મૃતકો , દક્ષિણ કોરિયા  ૧૦૫૦૦ કેસ અને ૨૧૪ મૃતકો. આ બંને ને અખબારો એ એટલા વખાણ્યા જાણે તેમણે કોરોના ને પરાસ્ત કરીજ દીધો હોય. કેટલેક અંશે એ તો ભારત માટેય થયું. બધા ભૂલ્યા કે ચીનમાં પહેલો કેસ છેક ડિસેમ્બર માં નોધાયો. (એટલેજ માનવ ખુવારી ૨૦૨૦ની પણ બીમારીનું નામ covid ૧૯ ). તે ચીનમાં ચરમસીમા ફેબ્રુઆરી ના શરૂઆતી દિવસોમાં આવી. કળણની જેમ સમય સાથે વધુ ઊંડે ખેંચી જતો અને ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વિસ્તરતો આ વાયરસ નાનકડા છીંડા માંથી પણ નીકળી પુષ્કળ કુપ્રભાવ ફેલાવે છે. ગમે એવા લોકડાઉન છતાં થોડા છીંડા સ્વાભાવિક છે. એટલેજ ભારત જેવા દેશો કોરોના હટાવવા કરતા તેને વધતો અટકાવવા ના પ્રયાસમાં લાગેલા છે. જે હાલ મુજબ એક માત્ર રસ્તો છે. કેમ ? તો એનો જવાબ મહાભારત આપે છે......

મહાભારત માં અભિમન્યુ હત્યા અને તે પછી જયદ્રથ વધની ઘટના ઘણી લોકપ્રિય છે. ટૂંકમાં જણાવી દઉં ( ગેમ ઓફ થ્રોન ના રવાડે ચડેલા આપણે થ્રોન ઓફ હસ્તિનાપુર વિશે નહિ પણ જાણતા હોઈએ ) મહાભારત ના દ્રોણ પર્વ માં ઉલ્લેખિત આ કથા આ મુજબ છે.

અભિમન્યુ હત્યા - દુર્યોધન દ્રોણ ને યુધિષ્ઠિર ને બંદી બનાવવાની રણનીતિ ઘડવા જણાવે છે. પણ અર્જુન યુધિષ્ઠિર પાસે હોય તો એ શક્ય બને એમ નથી. આથી ત્રીગર્ત ના રાજા ને દુર્યોધન કહે છે કે તમે અર્જુન ને યુધિષ્ઠિર થી દુર લઇ જાવ. ત્યાં સુધીમાં ચક્રવ્યૂહ રચી અમે યુધિષ્ઠિર ને પકડી લઈશું. વાત એમ બની કે અભિમન્યુ એમાંથી પોતાના પ્રાણ ત્યાગીને યુધિષ્ઠિર ને બચાવી લે છે. આખી કૌરવોની યોજના પડી ભાંગે છે. પણ પાંડવ પક્ષે જેવીતેવી કુરબાની નથી આપી. લગભગ ભવિષ્યના રાજા જેવો અભિમન્યુ ગુમાવ્યો.

કોરોના સાથે પ્રતિકાત્મક સંબંધ - અભિમન્યુ એટલે કોરોના ના ચક્રવ્યૂહમાં યુધિષ્ઠિર રૂપી દેશને બચાવવા આપણે આપેલો અર્થતંત્ર નો ભોગ. એ ભોગ જેવોતેવો નથી. આ અભિમન્યુના પિતા અર્જુન એટલેકે નાના - મોટા વેપારી , મોટા ઉદ્યોગપતિઓ ઘણા નારાજ થશે. પણ જો યુધિષ્ઠીર રૂપી દેશ જો બંદી બની જાય તો ધર્મયુદ્ધ માં અધર્મ નો વિજય થાય. એટલે આ ભોગ આપણે સૌએ આપ્યેજ છૂટકો.

જયદ્રથ વધ - અભિમન્યુ ને બચાવવા નીકળેલા પાંડવો ને રોકી રાખનાર જયદ્રથ. એટલે અર્જુને તેને સૌથી મુખ્ય કારણ ગણ્યો એના પુત્રની હત્યાનો. એણે જયદ્રથ વધની પ્રતિજ્ઞા લીધી. જયદ્રથને આજની ભાષામાં લૉકડાઉન કરાયો. કહેવાયું કે સૂર્યાસ્ત સુધી આમજ રહેજે. કારણકે સૂર્યાસ્ત પછી અર્જુન અગ્નિમાં પ્રવેશી જશે ( પ્રતિજ્ઞા મુજબ). લગભગ સૂર્યાસ્ત ના સમયે કૃષ્ણે માયા થી સૂર્યાસ્ત થઈ ગયો એવું વાતાવરણ રચ્યું. ગેલમાં આવી ગયેલો જયદ્રથ બહાર નીકળ્યો. તરત કૃષ્ણે માયા દૂર કરી. સૂર્ય  આથમવા આડે હજુ કેટલીક ઘડી બાકી હતી. અર્જુને બાણ છોડ્યું અને જયદ્રથ હણાયો. આખા દિવસ દરમ્યાન અર્જુન તકલીફ માં હતો. કોઈ રીતે જયદ્રથ સુધી પહોંચાય એવું ન્હોતું. પણ જયદ્રથ ની ઉતાવળે એનો જીવ લીધો.

કોરોના સાથે પ્રતિકાત્મક સંબંધ - અર્જુન જેવો વેગવાન કોરોના એના માર્ગમાં આવનાર કોઈને છોડે એમ નથી. એને રોકનાર કોઈ રસી નથી. એક માત્ર ઉપાય આપણે જયદ્રથ ની જેમ સંતાયેલા રહેવાનું. એક વાર એનું જોમ ઉતરી જાય એટલે આખું યુદ્ધ જીતી જઈશું. હવે ઉપર ના પ્રશ્ન નો ઉત્તર. સિંગાપોર, દક્ષિણ કોરિયા બંને એ કૌરવોની જેમ અર્જુન રૂપી કોરોના ને હંફાવી દીધો. પણ સૂર્યાસ્ત ની રાહ જોયા વગર મેદાન માં આવી ગયા. લગભગ જીતેલી બાજી હાર્યા. ( તા.ક. ચીન પણ એજ રસ્તે છે).

આપણે આવું નહિ કરીએ, તો જરૂર બચી જવાના.

- સુષેણ વાસવભાઈ

ઇતિહાસ, ભારત અને આપણે

"Those who cannot remember the past are condemned to repeat it"
સ્પેનિશ મૂળના વિચારક જ્યોર્જ સંતાયનનું આ વાક્ય મનમાં વાગોળતા વાગોળતા આગળ વાંચવું.

26 જાન્યુઆરી ૧૯૫૦ માં દીને, ભારતીય રાજ્ય બંધારણ લાગુ થતાજ દેશ લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ બન્યો. સૌથી વિચિત્ર વાત એ કે સત્તા પરિવર્તન ના મૂળ ૧૯૪૬ કેબિનેટ મિશન ની બેઠકો માં રોપાયા હોવા છતાં ત્યારથી તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીનો સમય લગભગ આપણી જાણ બહાર રહ્યો.
 કેબિનેટ મિશન ની શરતો મુત્સદી થી અપનાવી સરદાર પટેલે અંગ્રેજોના વહેણ કોંગ્રેસ તરફી વાળવા માં ખાસી એવી સફળતા મેળવી. ( Ref. Transfer of power in India by V.P Menon) ઝીણા ના બધા દાવપેચ ધર્યા ના ધર્યા રહ્યા અને કેબિનેટ મિશન સંવિધાન સભા અને કેર ટેકર સરકાર ની ભૂમિકા કોંગ્રેસ ને આપી રવાના થયું.
ડઘાયેલા ઝીણાએ પાકિસ્તાન ની માંગ બુલંદ કરી દેશ આખા માં ધાર્મિક હિંસા ભડકાવવા નું કામ કર્યું. વાઇસરોય સામે લગભગ બાળક જીદ કરે તેમ ધમપછાડા કર્યા કેર ટેકર સરકારમાં હિસ્સેદાર બનવા. પાછું માંગ્યું ગૃહમંત્રાલય ! આ આખી પૂર્વભૂમિકા એટલે બાંધવી પડી કે આ માંગણીની ચર્ચા માં સરદાર પટેલ સાહેબે આપેલો જવાબ આજે દરેક ભારતપ્રેમી એ યાદ રાખવા જેવો છે.
સરદાર પટેલ સાહેબ મુજબ મુસ્લિમ લીગ ને ગૃહમંત્રાલય ના આપી શકાય કારણકે જો તેઓ સત્તા ની બહાર હોવા છતાં દેશવ્યાપી ખૂનામરકી ફેલાવી શકતા હોય તો તે જો સત્તા માં આવે તો આ ખૂનામરકી ક્યાં લગી પહોંચે?

શાહીન બાગ , JNU, AMU, જામિયા આ બધા સાથે આને સરખાવી જુઓ.

મુદ્દો નો ૨. જરા વધુ ઇતિહાસ માં ઉતરીએ.  અરબી સમુદ્ર માં પોર્ટુગીઝ રંજાડ ઓછી કરવા અને મુખ્યત્વે નફો વધારવા અંગ્રજોને જહાંગીર ના દરબારમાં સફળ બનાવનાર કોઈ બીજું નહિ પણ સુરત ની તત્કાલીન મહાજનસભા. Lobbying શબ્દ નવો પણ આપણે નફા ને દેશ થી ઉંચો ગણી ઘણી વાર એને વાપર્યો. ( Ref. Discovery of India by J M Nehru)

આર્થિક મોરચે કદાચ આજે દેશ પાછો પડી રહ્યો છે. પણ એ મોરચે થી ઉગરવું શક્ય છે.  અને આપણે જરૂર એમાંથી ઉગરી જવાના!

ઉદાહરણ તરીકે
 ૧.  ૫ શિલિંગ નો કાળા મરી નો ભાવ વધારો જીરવી ના શકનાર અંગ્રજો  ૧૫૦ વર્ષ માં લગભગ વિશ્વવિજેતા બન્યા.
 ૨. ૧૯૧૮ ના અંતે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં લગભગ પાયમાલ જર્મની એ ૧૯૪૬ ( ૨૮ વર્ષ) માં ઇંગ્લેન્ડ સિવાય લગભગ આખું યુરોપ જીતી લીધું. 
       
        આ બંને સફળતા નું કારણ માનો કે ન માનો પણ " સો ટચ નો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ".

આની સામે આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રો જેમણે સંસ્કૃતિ પર થઈ રહેલા આઘાતની અવગણતા કરી અને પરાધીન થયાં .
ઉદાહરણ

 ૧. લગભગ તત્કાલીન ગ્રીસ સુદ્ધા ને ઘૂંટણિયે પાડી દેનાર અને આર્થિક રીતે લગભગ વિશ્વ GDP ના 50% ધરાવનાર મૌર્ય સામ્રાજ્ય માત્ર ચોથી પેઢી થી સમેટાવા નું શરુ થયું. કારણ સનાતન વિચારધારા ત્યાગી નવા ઉદભવેલા મહાવીર અને તથાગત ના માર્ગ નું અનુસરણ. યાદ રહે કે ચંદ્રગુપ્ત મોર્ય સંથારો લઈ સિધાવ્યો અને છેલ્લો ગણનાપાત્ર રાજા અશોક બુદ્ધ ધર્મ અંગીકાર કરી લગભગ નિશસ્ત્ર રાજ્ય નો રાજા બન્યો રહ્યો.


 ૨.  ભારત અને અગ્નિ એશિયા થી થતી નિકાસ ઉપરાંત ચીની રેશમમાર્ગ બંને સાથે સંબંધ ધરાવતું અને ભારે ધનાઢ્ય પર્શિયા economy બચાવતા વિધર્મી થયું. ખૂબ પૈસો હોવા છતાં હિજરત કરવી પડી. કારણ આરબ પ્રદેશ માં ઇસ્લામ ના ઉદભવ અને તલવારની ધારે થઈ રહેલા વિધ્વંસ ને લગભગ અવગણ્યો. અને એ દાનવ જ્યારે વકર્યો ત્યારે હિજરત સિવાય કોઈ રસ્તોજ ન રહ્યો.

     ૫ ટ્રિલિયન economy ૨૨ ની જગ્યા એ ૩૨ માં બનીશું તો વાંધો નહિ પણ હાલ થઈ રહેલા શાહીન બાગ અને જામિયા જેવા ગઝનીઓ ને નહિ પડકારો તો  તમારું આર્થિક મહાસત્તા નું સોમનાથ ૧૦૦% લૂંટાઈ જશે.

હાલના કહેવાતા ( મારા મતે કોહવાતા) વિચારકો હમેશા એક વાત કરે  હિન્દુઓને ભડકાવી, ઉશ્કેરી અને ડરાવી ને ધાર્મિક ધ્રુવીકરણ કરાઈ રહ્યું છે.
એમને કેટલાક સવાલો પૂછવા જેવા છે.
 ૧.  ભારતમાં રહેતી માઇક્રો માઈનોરીટી પારસી ઓ સામે ભડકેલા, ઉશ્કેરાયેલા અને ડરેલા કે ડરાવતા હિન્દુ ઓને જોયા?

 ૨. એકવાર અકબરે રાજ હુકમ બહાર પાડ્યો. "દરેક દરબારી એ બિલાડી પાળવી અને દર મહિને તેની સ્વસ્થતા ની નોધ દરબાર માં કરાવવી. જો બિલાડી નું સ્વાસ્થ્ય કથળે તો દરબારી નું આવી બનશે." સૌ દરબારી એ તેનું પાલન કર્યું. દૂધ પીને બિલાડીઓ હૃષ્ટપુષ્ટ થઈ. માત્ર બીરબલ ની બિલાડી હાડપિંજર જેવી હતી. અકબરે પ્રશ્ન કર્યો કે તારી બિલાડી આવી કેમ? બીરબલે કહ્યું મારી બિલાડી દૂધ નથી પિતી એ તો દૂધ જોતાજ નાસી જાય છે. અકબરે ખરાઈ કરી જોઈ અને સાચેજ બીરબલ ની બિલાડી દૂધ જોતાજ નાસી. અકબર એને પકડી ને દૂધ પાસે લાવ્યો તો તેણે અકબર અને બધા દરબારી ને ન્હોર ભર્યા. સૌ દરબારી એ બીરબલ ને પૂછ્યું કે આમ કેમ? બીરબલે કહ્યું કે જ્યારે બિલાડી ઘરે લાવ્યો ત્યાર થી ૩-૪ વાર મેં એનું મોઢું ઉકળતા દૂધમાં બોળ્યું. તેથી દૂધ જોતાજ તે ઉશ્કેરાઈ જાય છે.  ઘોરી થી ઔરંગઝેબ સુધીના ઉકળતા દૂધ થી દાઝેલા હિન્દુ ઓ જો  એવા દૂધ જોઈને બિલાડી ની જેમ  ન્હોર ભરે તો વાંક હિન્દુઓનો નહિ પણ એ એમનું કામ જેઓ એવા દૂધ ના રખેવાળો છે અને એમણે દૂધ ની શીતળતા માટે હિન્દુ ઓનો વિશ્વાસ જીતવો જોઈએ. સવાલ એટલોજ કે શું દૂધ થી ના દાઝેલી બિલાડી દૂધ જોઈને ઉશ્કેરાઈ ખરી?


આ બધાનો જવાબ સૌ એકજ આપશે " એતો ઇતિહાસની વાત છે. ક્યાં સુધી એને પકડી ને ચાલશો?" એટલેજ

સૌથી પહેલી લાઈન ફરી વાંચી જવા વિનંતી.

મમ્મી પપ્પા અને ભગવાન

*મમ્મી , પપ્પા અને ભગવાન*

           દુનિયા માં સૌથી વધારે taken for granted  કોઈ હોય તો એ ભગવાન. ૧૦૦ રૂપિયાનો bargain કરેલો પ્રસાદ જે ખરેખર તો પૂજાપો વેચનારા ને ત્યાં બુટ ચપ્પલ સચવાય એટલે લીધો હોય તે ચડાવી , પોતાનું નાળિયેર પોતાનેજ પાછું મળે એનું પૂરતું ધ્યાન રાખી, દુનિયાભરની વસ્તુ ઓ માંગી લઈએ. અને જો એમ નહિ થાય તો " ભગવાન તું મારી સાથેજ આવું કેમ કરે?" એવું પણ કહીએ. કારણકે જાણીએ કે એ ભગવાન બહુ બગડે તો નહિજ.

      દરેક ભગવાન માટે એક દિવસ નક્કી. દા. ત. સોમવાર મહાદેવનો, મંગળવાર ગણપતિ .... એ મુજબ. એના સિવાય બીજા દિવસે ભૂતિયો એને જોવા નહિ જાય. એમાં પણ પાછું " યાર જરા  વહેલી સવારે જઇ આવીએ કારણકે ભીડ ઓછી હશે , પછી તને ખબરજ છે ને બપોરે પાર્કિંગ ની બહુ રામાયણ" એમ કહીએ. સાલું એ પણ ભૂલી જઈએ કે જે ગાડીનું પાર્કિંગ કરવાનું , એ લેવા લોન પાસ ન્હોતી થતી ત્યારે પેલો ૧૦૦ રૂપિયાનો bargained  પ્રસાદ એજ મંદિરે ચડાવેલો.

      કોઈક જગ્યાએ સાંભળેલું ( ક્યાં તે યાદ નથી આવતું) કે મંદિર માં બે જગ્યાએ ભિખારીઓ હોય. "એક બહાર ૧૦ રૂપિયા વાળા ને એક અંદર ભગવાન પાસે ૧૦ હજાર થી કરોડો વાળા. " એમાં મારા હિસાબે બહાર વાળા થોડા ચોખ્ખા દિલના કારણકે ભીખ ખુલ્લેઆમ તો માંગે. અંદર વાળા તો એક આંખ ચપ્પલ પર મગજ ગાડી માં ( જો પાર્કિંગ નજીક હોય તો દર્શન કરતા કરતા પણ ગાડી લોક કરવા રિમોટ દબાવે) ને પાછા કહે " ભગવાન તારાથી ક્યાં કઈ છૂપુ છે. હવે તુજ રસ્તો કાઢ".

     દંભ ની પરાકાષ્ઠા એ બેઠેલા આપણે કંઇક આવાજ છીએ. સંસ્કૃત માં એક વાક્ય છે. જે ૯૯ ટકા બધાનેજ ખબર હશે. "मातृ देवो भव , पितृ देवो भव। " એ બહુ વિચારવા જેવું છે. એક શબ્દ બહુ અગત્યનો છે " આત્મા". એનો એક અર્થ ભાષાની દૃષ્ટિ હું એમ કરું કે " મૂળ ભાવના". ઉપરના વાક્યમાં એ આત્મા સાથે મને વાંધો નથી પણ એની અત્યારની ભાવના વિશે અને ખરેખર તો એ એ ભાવના પાછળની વિચારધારા પર છે. ગેરસમજ કરો એ પહેલાં કહી દઉં કે મમ્મી પપ્પા ને ભગવાન સ્વરૂપ માનવા એ કોઈ સુંદર પક્ષી ને સોનાના પાંજરા માં પૂરવા જેવું છે. કારણ એ કે એવું માનવા પાછળની આપણી વિચારસરણી એ કે એમને ભગવાન બનાવી એમના માણસ તરીકેના બધા અધિકાર છીનવી લેવા.
 ઉપરની આખી વાત માં ભગવાન ની જગ્યાએ મમ્મી પપ્પા મૂકી પાછું વાંચી જાઓ.

મમ્મી પપ્પા માણસ છે. એમના સ્વાભાવિક ગમા અણગમા છે, એમની પોતાની શ્રેષ્ઠતા અને કમજોરીઓ પણ છે. એજ એમને બીજા બધાથી અલગ પાડે છે. એજ મને ગમે છે.

છેલ્લે સૂરદાસજી ને યાદ કરી એટલું લખવાનું મન થાય.

"मों सम कौन कुटिल ,खल , कामी ,
जे तनु दियो तेहि बिसरायो ऐसो निमक हरामी|