*મમ્મી , પપ્પા અને ભગવાન*
દુનિયા માં સૌથી વધારે taken for granted કોઈ હોય તો એ ભગવાન. ૧૦૦ રૂપિયાનો bargain કરેલો પ્રસાદ જે ખરેખર તો પૂજાપો વેચનારા ને ત્યાં બુટ ચપ્પલ સચવાય એટલે લીધો હોય તે ચડાવી , પોતાનું નાળિયેર પોતાનેજ પાછું મળે એનું પૂરતું ધ્યાન રાખી, દુનિયાભરની વસ્તુ ઓ માંગી લઈએ. અને જો એમ નહિ થાય તો " ભગવાન તું મારી સાથેજ આવું કેમ કરે?" એવું પણ કહીએ. કારણકે જાણીએ કે એ ભગવાન બહુ બગડે તો નહિજ.
દરેક ભગવાન માટે એક દિવસ નક્કી. દા. ત. સોમવાર મહાદેવનો, મંગળવાર ગણપતિ .... એ મુજબ. એના સિવાય બીજા દિવસે ભૂતિયો એને જોવા નહિ જાય. એમાં પણ પાછું " યાર જરા વહેલી સવારે જઇ આવીએ કારણકે ભીડ ઓછી હશે , પછી તને ખબરજ છે ને બપોરે પાર્કિંગ ની બહુ રામાયણ" એમ કહીએ. સાલું એ પણ ભૂલી જઈએ કે જે ગાડીનું પાર્કિંગ કરવાનું , એ લેવા લોન પાસ ન્હોતી થતી ત્યારે પેલો ૧૦૦ રૂપિયાનો bargained પ્રસાદ એજ મંદિરે ચડાવેલો.
કોઈક જગ્યાએ સાંભળેલું ( ક્યાં તે યાદ નથી આવતું) કે મંદિર માં બે જગ્યાએ ભિખારીઓ હોય. "એક બહાર ૧૦ રૂપિયા વાળા ને એક અંદર ભગવાન પાસે ૧૦ હજાર થી કરોડો વાળા. " એમાં મારા હિસાબે બહાર વાળા થોડા ચોખ્ખા દિલના કારણકે ભીખ ખુલ્લેઆમ તો માંગે. અંદર વાળા તો એક આંખ ચપ્પલ પર મગજ ગાડી માં ( જો પાર્કિંગ નજીક હોય તો દર્શન કરતા કરતા પણ ગાડી લોક કરવા રિમોટ દબાવે) ને પાછા કહે " ભગવાન તારાથી ક્યાં કઈ છૂપુ છે. હવે તુજ રસ્તો કાઢ".
દંભ ની પરાકાષ્ઠા એ બેઠેલા આપણે કંઇક આવાજ છીએ. સંસ્કૃત માં એક વાક્ય છે. જે ૯૯ ટકા બધાનેજ ખબર હશે. "मातृ देवो भव , पितृ देवो भव। " એ બહુ વિચારવા જેવું છે. એક શબ્દ બહુ અગત્યનો છે " આત્મા". એનો એક અર્થ ભાષાની દૃષ્ટિ હું એમ કરું કે " મૂળ ભાવના". ઉપરના વાક્યમાં એ આત્મા સાથે મને વાંધો નથી પણ એની અત્યારની ભાવના વિશે અને ખરેખર તો એ એ ભાવના પાછળની વિચારધારા પર છે. ગેરસમજ કરો એ પહેલાં કહી દઉં કે મમ્મી પપ્પા ને ભગવાન સ્વરૂપ માનવા એ કોઈ સુંદર પક્ષી ને સોનાના પાંજરા માં પૂરવા જેવું છે. કારણ એ કે એવું માનવા પાછળની આપણી વિચારસરણી એ કે એમને ભગવાન બનાવી એમના માણસ તરીકેના બધા અધિકાર છીનવી લેવા.
ઉપરની આખી વાત માં ભગવાન ની જગ્યાએ મમ્મી પપ્પા મૂકી પાછું વાંચી જાઓ.
મમ્મી પપ્પા માણસ છે. એમના સ્વાભાવિક ગમા અણગમા છે, એમની પોતાની શ્રેષ્ઠતા અને કમજોરીઓ પણ છે. એજ એમને બીજા બધાથી અલગ પાડે છે. એજ મને ગમે છે.
છેલ્લે સૂરદાસજી ને યાદ કરી એટલું લખવાનું મન થાય.
"मों सम कौन कुटिल ,खल , कामी ,
जे तनु दियो तेहि बिसरायो ऐसो निमक हरामी|
Popular Posts
-
*મમ્મી , પપ્પા અને ભગવાન* દુનિયા માં સૌથી વધારે taken for granted કોઈ હોય તો એ ભગવાન. ૧૦૦ રૂપિયાનો bargain કરેલો પ્રસાદ જે ખરે...
-
Coca-Cola , McDonald’s , Ford , Rahul Gandhi and the Hidden Question Coca-Cola history is in limelight in India after Shri Rahul Gandhi –...
-
કોરોના , માનસિકતા અને રાષ્ટ્રને દોડતું કરવાની ભાવના. વિશ્વ આજે રક્તબીજ - બિંદુબીજનો ( Droplet) સામનો કરી રહ્યું છે. ૧૩૪૭ ના પ્લેગ બ...
-
૧૯૪૬ , ડિસેમ્બર ૬ એ ગઠિત સંવિધાન સભાના સભ્યોની પ્રલંબ ચર્ચાઓ, શ્રી સર બેનેગલ નરસિં રાઉ ના અમૂલ્ય દિશાનિર્દેશ, શ્રી સુરેન્દ્ર નાથ મુકરજી ન...
-
"Those who cannot remember the past are condemned to repeat it" સ્પેનિશ મૂળના વિચારક જ્યોર્જ સંતાયનનું આ વાક્ય મનમાં વાગોળતા વાગો...
-
કોરોના અને મહાભારત. "धर्मे च अर्थे च कामे च मोक्षे च भरतर्षभ। यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्वचित् ।।" અર્થ...
-
સન ૧૧૩૭ , સ્થળ અણહિલવાડ પાટણ , પૂર્વે થી ઉગતા દેદીપ્યમાન સૂર્યનારાયણ નું પ્રથમ કિરણ , મોઢેરા માં બનેલ સુર્યમંદિર ના ગર્ભગૃહ ને પ્રજ્જવલિત કર...
-
Padmavaat - A movie based on Malik Mohammad Jayasi's Book on Maharani Padmini aka Padmavati is in controversy. Whatever arguments are b...
-
After a much havoc padmavaat was released worldwide last week. The movie starts with a disclaimer that it's is based on Malik MuhhamaM ...
-
હાલમાં ભારતીય કોંસલાવાસ મેલબોર્ન ખાતે યોજાયેલ " મહાત્મા ગાંધીનું પરિવર્તન આણતું નેતૃત્વ અને સમકાલીન વિશ્વમાં તેની સુસંગતતા" પ્ર...
No comments:
Post a Comment