કોરોના , માનસિકતા અને રાષ્ટ્રને દોડતું કરવાની ભાવના.
વિશ્વ આજે રક્તબીજ - બિંદુબીજનો ( Droplet) સામનો કરી રહ્યું છે. ૧૩૪૭ ના પ્લેગ બાદ આવો વિશ્વ વ્યાપી રોગચાળો નોધાયો નથી. સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું છે. Lockdown અને social distancing જેવા શબ્દો એ આપણા અંગ્રેજી શબ્દભંડોળ ને થોડે અંશે વધારી દીધો છે.
રક્તબીજ તેના રક્તના ટીપાં માંથી બીજા દાનવો ઊભા કરતો , આ કોરોના ૧૦ ડગલાં આગળ છે. સંક્રમિત વ્યક્તિ ના રક્ત નહિ પણ થુંક કે ખાંસી ના ટીપાંથી પણ બીજા કોરોના સંક્રમિત ઊભા કરે છે. જ્યાં સુધી એને હણનારું શસ્ત્ર ન મળે ત્યાં સુધી lockdown રૂપી છિંદ મસ્તિકા દેવી વડેજ તેને નાથવા નો પ્રયાસ ચાલુ રાખવો પડશે.
આ લોકડાઉનને લીધે સમગ્ર વિશ્વ ના અર્થતંત્રના ચક્રો થંભી ગયા છે. કેટલાક વિદ્વાનો ત્યાંસુધી કહે છે કે આ ચક્રો તો ૨૦૨૦ પૂરતા ઊંધાજ ફરવાના! પણ વિશ્વ આજે દત્તાજી સિંધીઆ ના માર્ગે ( बचेंगे तो फिर से लड़ेंगे) છે. વિવિધ દેશો એ વિવિધ રીતે આ દાનવને નાથવાનો પ્રયાસ કર્યો છે. ઘણા દેશો જે શરૂઆતમાં જીતતા દેખાતા તે આજે કરૂણ સ્થિતિમાં છે.
ભારતના માનનીય પ્રધાનમંત્રીએ અને વિશ્વ નાં લગભગ બધાજ નેતા ઓએ આર્થિક મોરચે લડવાની જાહેરાત કરી છે. અમેરિકા , ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ જેવા ઘણા દેશો માં લોકોએ રોજગાર ગુમાવ્યા. એ આંકડો ઘણા દેશો માં વધીએ રહ્યો છે.
આથીજ નોકરિયાતને રાહત માટે ઓસ્ટ્રેલિયાએ હોમ લોન આપતી બેંક અને અન્ય સંસ્થા ઓને ભલામણ( ઓર્ડર નહિ!) કરી કે વ્યક્તિગત આર્થિક સંકટમાં સપડાયેલા લોકો ને લોન ના હપ્તામાં રાહત આપવી. અનેકોનેક લોકોને એનો લાભ મળી રહ્યો છે. ઘણા લોકોને ૬ માસ સુધીનો "no - pay period" મળ્યો છે. સરકારે દરેક બેરોજગાર વ્યક્તિ ને મળતું ભથ્થું બમણું કર્યું. સરકારી સહાય લેવા લાંબી લાઈનો લાગી. વાત ત્યાં અટકતી નથી. સરકારે લગભગ બે અઠવાડિયાં બાદ ૧૬૦ બિલિયન ડોલરની આર્થિક સહાય માત્ર એ નોકરિયાતો ને આપી જેઓ બેરોજગાર બન્યા કે કપાતે પગારે રજા લેવા માટે બાધ્ય કરાયા. આને લીધે લગભગ ૭૫% પીડિત ને લગભગ તેમના આખા પગાર જેટલી રકમ દર મહિને મળશે.
મુદ્દો સરકારી સહાયનો નથી. મુદ્દો છે આ બાદ લોકો એ દર્શાવેલી માનસિકતાનો. જેઓએ પહેલાં જાહેર થયેલા બમણા બેરોજગાર ભથ્થા ની અરજી કરી હતી , તે એમણે બીજી જાહેરાત બાદ એટલીજ લાંબી લાઈનો લગાવી પાછી લીધી. સાથે ટ્રેન માં મળેલ એક બેન્કર મિત્રના કહેવા મુજબ હવે બેંક પર ફોન લોન લંબાવવા ના નહિ પણ લંબાવેલી લોન ના હપ્તા ફરી શરુ કરવાના આવે છે. લોકો સ્થાનિક રેસ્ટોરાં અને કાફે માંથી ટેકવે વધુ મંગાવે છે અને એનું કારણ પોતાના સ્થાનિક ધંધાદારી આર્થિક ટેકો આપવા! એક ડિલિવરી ડ્રાઈવરે રેડિયો પર જણાવ્યું કે લોકો રેસ્ટોરન્ટ માં થી ડિલિવરી મંગાવી એણે કહ્યું "આ અમે તારા માટેજ મંગાવ્યું છે. " "જ્યારે સમય મળે ત્યારે ખાઈ લેજે". Ref. SBS radio Hindi.
કોઈ નેતાનો કે ઉધોગપતિ નો ચોખાની થેલી ઓ વહેંચતો ફોટો મળવો દુર્લભ છે. કારણ કે સમય ની માંગ છે કે જરૂરતમંદોને મદદ મળે નહિ કે સસ્તી લોકપ્રિયતા. આ પહેલી વાર નું નથી. ગયા બે વર્ષ ઓસ્ટ્રેલિયા માં ભયંકર દુકાળના હતા. જે ડેરી ઉદ્યોગ માટે દેશ વખણાતો એજ પશુપાલકો ત્યારે ભીંસમાં હતા. લોકોએ ત્યારે એજ દૂધ લેવાનું પસંદ કર્યું જે દૂધની કિંમતના ૧૦% એ પીડિત પશુપાલકો ને આપે. જોતજોતામાં દરેક મોટા સ્ટોરે એ પ્રમાણે દૂધ વેચવા માંડ્યું. બદલામાં જ્યારે ગત ઓક્ટોબરથી શરુ થયેલ દાવાનળ ને લીધે લોકો સપડાયા તેમને એવીજ મદદ પશુપાલકો એ પહોંચતી કરી. કોઈ સોશ્યલ મિડીયા campaign નહી.
ભારતમાં દરેક ખેડૂતને વાર્ષિક ૬૦૦૦ ની સહાય જાહેર થઈ હતી. દુકાળમાં લોન માફી માટે કરગરતો કોઈ ખેડૂત સારા પાક બાદ સરકારને કહેતો નથી કે મને સહાયની જરૂર નથી. દૂધ ના ભાવ ન મળે તો રસ્તા પર દૂધ ઢોળતો પશુપાલક એજ દૂધ ઝૂંપડપટ્ટી માં ભૂખે વલખાં મારતા બાળકોને આપવામાં નથી માનતો. આની પાછળ ની માનસિકતા " हम तो डूबेंगे सनम , तुमकोभी लेके डूबेंगे" ની છે. વિરોધ કરવો તમારો અધિકાર છે , પણ લોકભોગ્ય વસ્તુના નુકસાન તો નહિંજ. આવા સમયે જરૂર શાહબુદ્દીન રાઠોડ કહે છે એ મુજબ " यही पशु प्रवृत्ति है कि आप आप ही चरे, मनुष्य वो मनुष्य जो मनुष्य के लिए मरे".ની છે. આગળ વ્યંગ કરતા એ જણાવે છે કે " ક્યારેય એવું સાંભળ્યું કે પાડો ચરતો આવ્યો અને પાડી માટે ઘાસ લેતો આવ્યો".
ગઈકાલના એક ગુજરાતી સમાચાર પત્ર માં તસવીર હતી. ઢોળાયેલા દૂધને માણસ રસ્તા પરથી પાછું ભરી રહ્યો હતો. કરૂણા ત્યારે જાગે કે એજ દૂધ બીજા છેડે કૂતરાઓ પી રહ્યા હતા. વોટ્સએપ અને ફેસબુક પર "જગતનો તાત ખેડૂત" એવું લખનારા એ ભૂલી જાય છે કે બાપ કહેવડાવતા પહેલાં એ યાદ રાખવું કે બાપનું સમ્માન મેળવતા પહેલા બાળકોના પેટ ભરવા પડે. પાડા વૃત્તિ છોડી માનવતા દાખવવી પડે. દેશની કઠણાઈ એ છે કે જે ખેડૂત ( ખેતમજૂર) પીડિત છે તે તો હજુય વલખાં મારે છે. અને મોટી જમીનો ધરાવનાર સધ્ધર ખેડૂત , કિસાન લોન પર ગાડીઓ લઈને સરકારી સબસીડી નું ડીઝલ પુરાવી રાજમાર્ગો પર દોડે છે.
એક તરફ પોતાને મળતી સરકારી સહાય સમગ્ર સમાજ સુધી પહોંચતી કરવાની માનસિકતા, બીજી તરફ પોતાને સજ્જનતા ની દ્રષ્ટિ એ ન મળવાપાત્ર સરકારી સહાય લઈ એનો ૧૦ મો ભાગ પણ સમાજ સુધી નહિ પહોંચાડવાની માનસિકતા....
ત્યારે કહેવાનું માં થાય. .... થોડી પોતાની માનસિકતા પણ સુધારો એકલો મોદી શું કરશે....
એક સમુદ્ર થી ઘેરાયેલો દેશ હોવાના કારણે અને પ્રતિ વર્ગ કી. પાંખી વસ્તી ને લીધે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કોરોના ઘણે અંશે નથાયો છે.
સુષેણ વાસણભાઈ
Popular Posts
-
*મમ્મી , પપ્પા અને ભગવાન* દુનિયા માં સૌથી વધારે taken for granted કોઈ હોય તો એ ભગવાન. ૧૦૦ રૂપિયાનો bargain કરેલો પ્રસાદ જે ખરે...
-
Coca-Cola , McDonald’s , Ford , Rahul Gandhi and the Hidden Question Coca-Cola history is in limelight in India after Shri Rahul Gandhi –...
-
કોરોના , માનસિકતા અને રાષ્ટ્રને દોડતું કરવાની ભાવના. વિશ્વ આજે રક્તબીજ - બિંદુબીજનો ( Droplet) સામનો કરી રહ્યું છે. ૧૩૪૭ ના પ્લેગ બ...
-
૧૯૪૬ , ડિસેમ્બર ૬ એ ગઠિત સંવિધાન સભાના સભ્યોની પ્રલંબ ચર્ચાઓ, શ્રી સર બેનેગલ નરસિં રાઉ ના અમૂલ્ય દિશાનિર્દેશ, શ્રી સુરેન્દ્ર નાથ મુકરજી ન...
-
"Those who cannot remember the past are condemned to repeat it" સ્પેનિશ મૂળના વિચારક જ્યોર્જ સંતાયનનું આ વાક્ય મનમાં વાગોળતા વાગો...
-
કોરોના અને મહાભારત. "धर्मे च अर्थे च कामे च मोक्षे च भरतर्षभ। यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत् क्वचित् ।।" અર્થ...
-
સન ૧૧૩૭ , સ્થળ અણહિલવાડ પાટણ , પૂર્વે થી ઉગતા દેદીપ્યમાન સૂર્યનારાયણ નું પ્રથમ કિરણ , મોઢેરા માં બનેલ સુર્યમંદિર ના ગર્ભગૃહ ને પ્રજ્જવલિત કર...
-
Padmavaat - A movie based on Malik Mohammad Jayasi's Book on Maharani Padmini aka Padmavati is in controversy. Whatever arguments are b...
-
After a much havoc padmavaat was released worldwide last week. The movie starts with a disclaimer that it's is based on Malik MuhhamaM ...
-
હાલમાં ભારતીય કોંસલાવાસ મેલબોર્ન ખાતે યોજાયેલ " મહાત્મા ગાંધીનું પરિવર્તન આણતું નેતૃત્વ અને સમકાલીન વિશ્વમાં તેની સુસંગતતા" પ્ર...
No comments:
Post a Comment